જીવનની એક એક પળને જીવી લો. ક્યારેક સપનાઓને પુરા કરવામાં આપડે આપણી આજ માં મળેલા સુખને માણી નથી શકતા. આગળ તમે જોયું કે આરવ અદિતિની ડાયરી વાંચે છે. એમાં અદિતિએ જે રીતે એના ડ્રીમ પ્રોપોઝલનું વર્ણન કર્યું હતું એવી રીતે જ આરવે અદિતિને પ્રોપોઝ કર્યું હતું. એ રાત્રે મોડો સુતો હોવાથી સવારે એનાથી મોડું ઉઠાણું. ઉઠીને બાજુમાં મુકેલી ડાયરી હાથમાં લીધી અને ફરી એ અદિતિના વિચારોમાં ખોવાય ગયો. આરવ એ દિવસને યાદ કરતો હતો જયારે એ અને અદિતિ થોળના તળાવમાં ફરવા માટે આવેલા. અદિતિની ખુબ ઈચ્છા હતી ત્યાં ફરવા જવાની એટલે અદિતિ અને આરવ એમના ૩-૪ મિત્રો સાથે ફરવા ગયા