આગળના ભાગમાં તમે જોયું કે આરવને અદિતિની ડાયરીમાંથી ‘LOVE’ લખેલી રીંગ મળે છે. આરવ એ જોઇને વિચારમાં પડી જાય છે કેમકે એ રીંગ એણે અદિતિને આપેલી નહોતી. આરવ વિચારમાં મુકાય જાય છે કે આ રીંગ અદિતિને કોણે આપી? કેમકે આવી રીંગની શોખીન અદિતિ હતી જ નહિ. આરવે જયારે અદિતિને પ્રોપોઝ કરવાનું વિચાર્યું હતું ત્યારે એ રીંગ જ લેવા માંગતો હતો પણ એ જાણતો હતો કે અદિતિને રીંગ નો શોખ નથી. એને હાથમાં વોચ સિવાય કઈ પહેરવું ના ગમતું. એક દિવસ વાત વાતમાં અદિતિએ આરવને કહ્યું હતું કે મને રીંગ કરતા બ્રેસલેટનો વધુ શોખ છે એટલે જ આરવે અદિતિને પ્રોપોઝ કરવા