ભાગવત રહસ્ય-૧૮૧ જૈમિનીની વાત સાંભળી –વ્યાસજીએ કહ્યું –કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી.એક દિવસ એવું બન્યું કે –જૈમિની સંધ્યા કરી-સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.ત્યાં તેમણે એક સુંદર યુવતીને ઝાડ નીચે –વરસાદ માં ભીંજાતી ઉભેલી જોઈ.યુવતીનું રૂપ જોઈ –જૈમિની પ્રલોભનમાં પડ્યા. જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું –વરસાદમાં પલળવા કરતા ઝૂંપડીમાં અંદર આવો.આ ઝૂંપડી તમારી જ છે. સ્ત્રીએ કહ્યું-પુરુષો લુચ્ચા હોય છે, તેમનો ભરોસો કેમ રખાય ? જૈમીનીએ કહ્યું-અરે મૂર્ખ,હું પૂર્વમીમાંસાનો આચાર્ય જૈમિનીઋષિ. મારો ભરોસો નહિ ? મારા જેવા તપસ્વી જ્ઞાનીનો ભરોસો નહિ કરો તો કોનો ભરોસો કરશો?અંદર આશ્રમમાં આવી વિરામ કરો. સુંદર સ્ત્રી અંદર