ભાગવત રહસ્ય - 177

ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મનુ થયેલા.તેમના વખતમાં કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામનરૂપે અવતરેલા. દેવ અને દૈત્યોના યુદ્ધ પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા. શુક્રાચાર્યની સેવાથી દૈત્યોનું બળ વધવા લાગ્યું..પ્રત્યેક ઇન્દ્રિયથી સંયમનું પાલન કરે તે શુક્રની ઉપાસના છે.ઇન્દ્રથી હારેલો બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી પુષ્ટ થયો.શુક્રાચાર્યે બલિરાજાને કહ્યું –તે પ્રમાણે તેણે વિશ્વજીત યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી સર્વજીત રથ નીકળ્યો.   શુક્ર એટલે શક્તિ-તત્વ. શુક્રાચાર્યની સંયમ અને બ્રહ્મચર્યથી સેવા કરવાથી દૈત્યો બળવાન થયા. સર્વ વિષયોનો સંયમરૂપી અગ્નિમાં (યજ્ઞમાં) હોમ કરી બલિરાજા જીતેન્દ્રિય થયો.શુક્રાચાર્યે પોતાનું બ્રહ્મતેજ બલિરાજાને આપ્યું ”તમે જ્યાં જશો ત્યાં તમારી જીત થશે. તમને કોઈ હરાવી શકશે