ભાગવત રહસ્ય - 176

ભાગવત રહસ્ય-૧૭ ૬   લક્ષ્મીજી તો નારાયણને જ વરે છે.જેનું હૃદય -પ્રેમમય,કોમળ અને મૃદુ હોય અને- એમાં નારાયણનો વાસ હોય, તેને ત્યાં લક્ષ્મી આવે છે.લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરી ત્યારે ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા.ત્યાં સુધી ભગવાનની નજર ધરતી પર હતી.જેની પાસે પૈસો હોય તેને આજુ બાજુ ચારે બાજુ નજર રાખવાની અને સર્વના દુઃખો દૂર કરવાનાં.તો જ લક્ષ્મી ,ઘરમાં અખંડ વિરાજશે. આજકાલ લોકોને પૈસા મળ્યા પછી,તેમને બીજું કંઈ દેખાતું નથી.હું મારી અલી, અને બાબો.   ફરી સમુદ્રમંથન થયું.દૈત્યોએ વિચાર્યું –એક વાર ઘોડો લઈને બેઠા એટલે બીજું બધું દેવોને ગયું. આ વખતે જે નીકળે તે અમારે જ લેવું છે. ત્યાં વારુણી-મદિરા દેવી નીકળ્યા.