ફરે તે ફરફરે - 81

૮૧   મેટ્રોથી ઉતરી અને પહેલા વલ્ડ ટ્રેડ સેંટર જોવાનુ હતુ...એ સમયે ન્યુયોર્કનુ સૌથી ઉંચુ બિલ્ડીગ ન્યુ એમ્પાયર ને આંટી દે એવુ આ વલ્ડ ટ્રેડ સેંટર હતુ. અમેરિકનની મોટી ઓઇલ કંપનીનો જુનો ભાગીદાર અમેરિકાએ જ માથે ચડાવેલો એટલે લાદેન . ઓસામાબીન લાદેનને શોધવા ને પતાવી દેવા અમેરિકા ફાંફાં મારતું હતું . આ એ જ લાદેન હતો જે બહુ મોટો ઓઇલનો ધંધો કરતો હતો એ પણ અમેરિકન કંપની સાથે ..અબજોનો વેપાર કરતો હતો હજારો કરોડ ડોલરમાં આળોટતો હતો પણ એને ઇસ્લામિક રંગ લાગ્યો અને આ અબજો ડોલરની માંથી હથિયારો ખરીદવા આતંકવાદીઓની ફોજ ઉભી કરવાના મકસદ સાથે આગળ વધતો હતો સાઉદી અરેબિયાના