લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-38

  • 578
  • 1
  • 302

 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-38   પ્રિય વાચકમિત્રો, લવ રિવેન્જ નવલકથાના ત્રણેય ભાગોને આટલો અદ્ભુત આવકાર આપવાં બદલ આપ સૌનો ખૂબ-ખૂબ આભાર. આમ તો લગભગ બધાં જ વાચકોને એ ખબર જ છે કે આ નવલકથા હવે પૂર્ણ થવાના આરે છે. હાલ તેનું અંતિમ પ્રકરણ લખાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે રજૂ થશે. આ નવલકથા શરુ થઇ એમાંય જ્યારથી મેં વાચકો સમક્ષ એ જાહેર કર્યું કે આ નવલકથા સત્ય ઘટનાઓ પર આધારિત છે ત્યારથી અનેક વાચકો મને નવલકથા અંગે અને તેનાં પત્રો અંગે અનેક પ્રશ્નો પુછતા આવ્યાં છે. શક્ય હોય તે સવાલોના જવાબો હું આપી પણ ચુક્યો છું.