નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો સતત તરવરતી હતી અને તેના ડ્રાઈવરનાં શબ્દો તેનાં કાનમાં ગુંજી રહ્યા હતા. તેણે નવીનને પૂછ્યું, "એક વાત ક્હે, કાલે મારા ગયા પછી મેડમ આવેલાં?""હા...એ... આવ્યા તો હતા પણ...""પણ શું?""એ કશું બોલ્યા વિના જતાં રહેલા." જાણી જોઈને તે જુઠ્ઠું બોલ્યો. નિતુને મન વિચાર આવ્યો, "આ કેવી રીતે શક્ય છે? જસ્સીએ તો કહ્યું હતું કે નવીન વિદ્યાનો માણસ છે. તો તે કશું બોલે નહિ... અને અચાનક એણે નવીન પર આટલો ગુસ્સો કર્યો. શું કારણ રહ્યું હશે? નવીન ખોટી વાત તો નથી કરી રહ્યોને... કે પછી નવીન અને મેડમ બન્ને ભેગા મળીને કોઈ નાટક