રાય કરણ ઘેલો - ભાગ 42

  • 430
  • 172

૪૨ પાંચ-છ વર્ષ પછી   મહારાણીબાની વાત કરણરાયથી વીસરી વીસરાય તેવી ન હતી. પણ તમામ વ્યથાને ઔષધમાં ફેરવી નાખવાનું પરમ સામર્થ્ય એક કાલદેવના હાથમાં રહ્યું છે. એ પ્રમાણે આ વ્યસ્થા પણ દરેકના અંતરમાં નાનેમોટે રૂપે રહી ગઈ. દેવળદેવીના હ્રદયમાં એ રહી – અને એણે એવો અગ્નિ ત્યાં પ્રગટાવ્યો કે જોનાર જોઈ શકે કે, એની આંખમાં હજારો વિષકૂપીનું ઝેર આવીને બેઠું છે. અને દુશ્મન તમામને ખતમ કર્યા વિના એ શાંત થાય તેમ નથી. મહાકવિના કોઈ કાવ્યમાં આલેખેલી હઠીલી વૈરમૂર્તિ જેવી એ બની ગઈ. રાય કરણરાયના દિલમાં આ અગ્નિ રહ્યો – અને જીવનસંધ્યાની છેક છેલ્લી પળે, પોતે રખડી રખડીને, રાન રાન ને