રાય કરણ ઘેલો - ભાગ 33

  • 198

૩૩ પાટણનો દુર્ગપતિ   બીજે દિવસે હજી તો પ્રભાતની ઝાંખી પણ થઇ ન હતી, ત્યાં રણશિંગા ફૂંકાયા. શંખનાદ થવા માંડ્યા. હાથી મેઘનાદે ગાજ્યા. સોઢલજી સૌને મોખરે હતો. તે દરવાજા પાસે આવીને અટક્યો. તેણે તરત દરવાજો ઊઘાડવાનો હુકમ કર્યો. સેંકડો જોદ્ધાના ભયંકર રણનાદથી મેદાન ગાજી ઊઠયું. દરવાજો ઊઘડ્યો. પુલ નંખાયો. માધવ મહામંત્રી અને બીજા અનેક સરદારો, તુરુક સામે ઘોડાદળ લઈને ઊપડ્યા. સોઢલજી ત્યાં યુદ્ધને નાકે સેંકડો પાયદળને મોખરે ઉઘાડી તલવારે ઊભો હતો. તે જયમૂર્તિ સમો ભાસતો હતો. તેણે  પોતાના સેંકડો ચુનંદા તીરંદાજોની હાર ગોઠવીને, વ્યવસ્થિત મારો શરુ કર્યો. બંને બાજુના સૈન્યો આગળ વધતાં ગયાં. હાથોહાથનું સામસામેનું ભેટંભેટા યુદ્ધ શરુ થયું. હજી