૨૨ માધવનો જવાબ ઉલૂગખાન અલાઉદ્દીનનો ભાઈ હતો. ગુજરાતની ચડાઈનો ભાર તેના ઉપર ને નુસરતખાન ઉપર પડ્યો હતો... બંનેએ વિચાર કર્યો હતો. માધવ પાસેથી મેળવવા જેવી હકીકત મેળવી લેવા પ્રયત્ન કરી જોવો. દાણો દાબતાં માધવ ડરતો લાગે, તો ગુજરાતની વજીરાત એને આપવાની લાલચ પણ દેવી. અત્યારે ઉલૂગખાન એટલા માટે જ માધવની સાથે આવ્યો હતો. થોડી વાર થઇ ત્યાં એક બીજો ઘોડેસવાર આવી પહોંચ્યો. નુસરતખાન પણ આવી ગયો. માધવને વધારે વિશ્વાસ જેવું લાગે એટલે દેવગિરિથી પકડાયેલો એક ગુજરાતી ત્યાં આણવામાં આવ્યો હતો. પણ આ બધો વખત માધવ વિચારમાં પડી ગયો હતો. મેદપાટનું એનું કામ નિષ્ફળ ગયું હતું, એ તો ઠીક. એ