આસપાસની વાતો ખાસ - 9

  • 632
  • 306

8.શ્રદ્ધા!તે મહાશયને આપણી કહેવતો પર ખૂબ શ્રદ્ધા હતી. તેઓ કહેતા ફરતા  કે કહેવતો ખૂબ ડહાપણથી આપણા પૂર્વજોએ બનાવી છે એટલે એ મુજબ  વર્તવાથી ફાયદો જ થાય. 'ફરે તે ચરે'  એ કહેવત સાંભળી તેઓ પોતાનો વિસ્તાર છોડી બીજે વેપાર  કરવા ગયા તો  ખૂબ ફાયદો થયેલો. ત્યાં હરીફાઇ ઓછી નડી  અને અજાણ્યા માણસોનો સાથ મળ્યો,  નવો અનુભવ પણ મળ્યો. તેમાં પણ  આગળ જતાં 'બોલે તેનાં  બોર વેંચાય' સાંભળી તેણે એક લાઉડસ્પીકર લઈ  લીધું અને  પોતાનો જ અવાજ  મોબાઈલમાં રેકોર્ડ કરી તે  સ્પીકર સાથે જોડી  ગળાને  ઝાઝું કષ્ટ આપ્યા વગર બોલીને ઘણી વધારે કમાણી મેળવી.  તેઓ ભલે વેંચતા હતા બીજી કોઈ વસ્તુ, બોર નહીં. લાઉડસ્પીકર