પ્રેમ થાય કે કરાય? ભાગ - 34

  • 1.4k
  • 924

પસ્તાવોનીતાબેન રોજનાં નિત્યક્રમ મુજબ પોતાના કામે લાગી ગયા છે. રસોડામાં શાકનો વઘાર કરતા કરતા તેમને એક વિચાર આવે છે."હું માનવીને સાચું સાચું કહી દઉં એના કરતા કેવિનને જ આ ઘરમાં આવવાની ના પાડી દઉં તો. ના કેવિન આ ઘરમાં આવશે. કે ના મને અને માનવીને તેની કોઈ યાદ આવશે, પણ સીધી રીતે કેવિનને કેવી રીતે કહું?" નીતાબેન વિચારોનાં વાયરામાં ફન્ટાવા લાગ્યા છે."મમ્મી... મમ્મી... શું બનાવે છે?" માનવી ખભા પર ફેલાયેલા વાળનો અંબોળો વાળતા તેની મમ્મીને પૂછે છે. શાકનો વઘાર કરવામાં વ્યસ્ત તેની મમ્મી કંઈ જવાબ આપતી નથી. માનવી કિચનમાં એક નજર ફેરવી લે છે."મમ્મી ખબર છે ને આજે રવિવાર છે.