કાંતા ધ ક્લીનર - 38

  • 1.5k
  • 1
  • 860

38.કાંતા  તણાવમાં હોઈ ઝડપી ચાલે ચાલતી સોળ મિનિટમાં જ ઓલિવ રેસ્ટોરન્ટ પહોંચી ગઈ. આજે તેણે એમનું ખૂણાનું ટેબલ લેવાને બદલે વચ્ચેનું ટેબલ પસંદ કર્યું. થોડી વાર આમ તેમ જુએ ત્યાં તો વાવાઝોડાંની ઝડપે રાઘવ દાખલ થયો અને કાંતાને ગોતવા આજુબાજુ જોવા લાગ્યો. તેના કપાળ પર તંગ રેખાઓ ખેંચાયેલી હતી. તેના વાળ અસ્તવ્યસ્ત હતા. શર્ટનાં ઉપલાં બટન ખુલ્લાં હતાં જેમાંથી તેની વાળ વગરની છાતી દેખાતી હતી. કાંતાને સામે પડેલો ફોર્ક ઉપાડી તેમાં ઘુસાડી દેવાની ઈચ્છા થઈ."એઈ, હું અહીં છું." કાંતા મધમીઠા અવાજે બોલી અને રાઘવ એક અણગમા ભરી દૃષ્ટિ ફેંકતો તેની સામે બેસી ગયો. આજે એ ફ્લર્ટ કરતી નજર ગુમ હતી."હું ચાલુ