લોહિયાળ નગર - પ્રકરણ 5

  • 1.7k
  • 856

 લોહિયાળ નગર પ્રકરણ૫: RESCUING THE BETA PILOT                                વાતાનુકૂલિનમાંથી નીકળતી શીતળ હવા ખંડમાં પ્રસરતી રહી. ખંડ ઠંડો થઈ ગયો હતો. એરફોર્સ કમાન્ડર કે.એમ. ભેયરપ્પા, ચીફ માર્શલ વી.આર. ચૌધરી અને આર્મી કમાન્ડર શ્રી પ્રણવ મુખરજી સામે લીએન શાઓ બેઠો હતો. લીએનનો નિર્ણય સાંભળી ત્રણેયે પ્રતિક્રિયા આપી દીધી હતી. તેમની પ્રતિક્રિયા સાંભળવા જ લીએન મૌન બેઠો હતો. સૌએ બોલી લીધા બાદ તેણે ખંડની ખામોશી તોડી. “સર યોજના હાલ અમલમાં નહીં લાવવા પાછળ કારણ છે.” “અને એ શું હશે?” લલાટ પર આંગળી મૂકી રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યું. “આ ડિવાઇસ ચાલુ થઈ જાય છે પણ તેને ડિસેબલ કેવી રીતે કરી શકાય? તે હજુ શોધવાનું બાકી