ઉપલા ધોરણમાં - 1

  • 5.8k
  • 2.5k

1 "ભાઈ બહેનો, આપણે સાથે મળી કામ કરીએ છીએ?” ઊંચા સ્ટેજ પરથી નેતાએ પ્રશ્ન કર્યો. મહેરામણમાંથી પ્રચંડ ઘોષ ઉઠ્યો “હા..” “આપણે આગળ જઈ રહ્યા છીએ કે પાછળ?” નેતાએ ફરી પ્રશ્ન વહેતો મુક્યો. “આગળ”. જનતા જનાર્દન બોલી ઉઠી. યુવાનોને બોર્ડની જાહેર પરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન આપવા આ વિસ્તારના ખુબ લોકલાડીલા નેતા આવેલા. એ સાથે આ વિસ્તારમાં થયેલાં કામોનો પણ પોતે ક્યાસ કાઢી રહ્યા હતા. નેતાએ જનસમુદાય પર આંખો ઠેરવી કહ્યું “ વિકાસનો આપણો રસ્તો બગીચામાં ટહેલવા જેવો સરળ ન હતો પરંતુ પર્વત પર ટ્રેકિંગ કરવા જેવો મુશ્કેલ હતો. આપણે સહુ સાથે ,મળી એ કરી શક્યા છીએ જે થોડા સમય પહેલા