સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 2

  • 6.8k
  • 2
  • 2.5k

કટારી નુ કીર્તન રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પોતાની નાકડી રાજસભામાં પોતે ચારપાંચ કવિરત્નોને વસાવ્યાં હતાં: એક તો કવિ દુર્લભરામ વરસડા; બીજા જૈન જતિ જીવનવિજય; ત્રીજો જેસો લાંગો ચારણ; ચોથો પોલો ચારણ; અને પાંચમો એક બાવો. એ પાંચ અને છઠ્ઠા પોતેઃ છએ મળીને 'પ્રવીણસાગર'નો પ્રેમગ્રંથ લખ્યો.એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણમાત્ર વલોવી લીધું. શી કવિતા! શો વ્રજ ભાષાનો મરોડ! શી વિવિધ ભાત્યની વિદ્યા! અને શી વિજોગી નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી! ' પ્રવીણસાગર' રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે.એક