જીવન-સંગીની

(12)
  • 6.4k
  • 1
  • 2.2k

દિપક એમ. ચિટણીસ dchitnis3@gmail.com -: જીવન-સંગીની :- ---------------------------------------------------------------------- સપના છેલ્લા ઘણા સમયથી બદલાયેલી બદલાયેલી લાગી રહી છે. એના ચહેરાને જોતાંવેંત એમ લાગે કે તેને કાંઈ તેનું અધૂરું રહી ગયેલું કામ પૂરું કરવાની તત્પરતા છે…! ગઈકાલે જ મેં તેને એમજ, પૂછેલ, કેમ ચાલી રહેલ છે તમારા મહિલા મંડળનું કામકાજ ? તેણે પણ મારી જેમ તેનું કરી રહેલ કામ કરતા કરતા જવાબ આપ્યો “ બસ એમ જ, અગાઉની જેમ ચાલ્યા કરે છે, ખાસ કંઈ નવું નથી.” આમ છતાં વાત આગળ વધારવાના ઉદેશ માત્રથી તેને મેં સવાલ કર્યો, “ સભ્યોમાં કંઈ વધારો થયો, કે પહેલા હતા તે જ છે.” “હા.” એણે તેની મસ્તીમાં