હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૫

  • 4.3k
  • 1.5k

આમ મારી અને નિષાદ વચ્ચે સંવાદ ચાલુ હતો. “ધન્ય છે મહારાજ પુત્ર તમારી જનેતાને. મારી કન્યા માટે તમે તમારું સર્વસ્વ ગુમાવી ને તમારી ભાગ્ય રેખા જ બદલી નાંખી.” “હે નિષાદ! ભાગ્ય રેખા બદલવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મેં જે કંઈ પણ કાર્ય કર્યું છે તે જ મારી ભાગ્યરેખામાં લખાયેલ હશે. તેમાં અન્ય કોઈની ભાગ્ય રેખાનો લગીરે વાંક નથી. હાલ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તે સમયની જ માંગ હશે.” “પરંતુ?” “આ સમયે પરંતુ જેવા શબ્દોનો કોઈ જ અર્થ નથી નિષાદરાજ. હવે માતા સત્યવતિને મારી સાથે વિદાય કરો.” આમ, હું પિતાશ્રીને ખુશ કરવા માટે માતા સત્યવતિને સાથે લઈ મારા રથમાં