"મહેંદી તે વાવી માંડવે ને તેનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો" "ગીતિ, તમે લોકો અત્યાર સુધીમાં તમે કેટલી બધી વખત મળ્યાં, દર વખતે એ તને એક પ્રશ્ન પૂછે છે, તું જવાબ કેમ નથી આપતી. જો તું ગંભીર ન હોય તો ના કહી દે. કોઈની લાગણી સાથે ના રમતી પ્લીઝ." કર્તરી રાતે સૂતાં પહેલા ગીતિ ને કહી રહી હતી. "હું સમજું છું યાર, પણ હું ખૂબ દુવિધા માં છું. આ આકર્ષણ નથી, મારી લાગણીઓ છે તેની સાથે. મને હવે તેની આદત થઈ ગઈ છે એમ કહું તો પણ ચાલે. અમે બંને વગર બોલ્યે પણ એકબીજાની વાત સમજી જઇયે છીએ.