સતયુગ માં દુશ્મની દેવ(સારા માણસો) અને દાનવો(ખરાબ માણસો) વચ્ચે હતી, અને તે બન્ને અલગ અલગ દુનિયા(ગેલેક્સી)માંથી હતા.
ત્રેતાયુગમાં રામ અને રાવણ જે બન્ને અલગ અલગ દેશના હતા.
દ્વાપરયુગમાં મહાભારત જેમાં બધા લોકો ઘરના જ હતા.
ટૂંકમાં યુગ બદલતા સારા ને ખરાબ લોકો વચ્ચેનું અંતર ઘટતું ગયું અને આજે કળયુગમાં તમારી જ અંદર સારો અને ખરાબ માણસ વસે છે ને તમારો દુશ્મન પણ તમારી અંદર જ છે. આપણે ગમે તે કાર્ય કરીએ ત્યારે હંમેશા બે વિચારો આવે જેમાં એક તમારું સારું માનસ જ્યારે બીજું તમારું ખરાબ માનસ વિચારે છે.