મને મારો મિત્ર પૂછે છે કે કેમ તું અવાર નવાર પ્રકૃતિના પ્રવાસે નીકળી જા છે?તને શું વૃક્ષની એકલતા સાથે પ્રેમ થયો છે?ત્યારે મેં કીધું..
મને લાગે છે કે એ વૃક્ષને પણ વાચા નીકળી...
આ દુનિયાનો મોહ છોડી એને માટી પકડી..
અડગ રહ્યું..
એક નવી આશ સાથે ઉભું રહ્યું..
એના અસ્તિત્વને કોઈએ સ્વાર્થ માટે મિટાવી દીધું
પણ અંતે એનું મૂળ માટીમાં રહ્યું
બીજા માટે એ ખુદ ભસ્મ થયું
પણ અંતે તો એ રાખ બની માટીમાં રહ્યું..
અંત થશે તારો ને મારો
શુ હતું સત્ય એ તો આજ કોણ કે..
પણ ત્યારે બળશું આપણે ને માટીમાં મળશે એ..