અંધશ્રદ્ધાનું પોટલું માથે લઈને ફરવું નથી.
આવશે ત્યારે ઠીક, મોત પહેલાં મરવું નથી.
કૈંક ઘર કરી ગઈ છે રૂઢિઓ મનમાં વર્ષોથી,
કરીને અનુકરણ આ શિર ક્યાંય ધરવું નથી.
જેની નથી કોઈ સાબિતિ એ વાત કેમ હું માનું
ગતાનુગત છોડો ચમત્કારોમાં મારે માનવું નથી.
એક જ અપેક્ષા માનવ થઈને કૈંક કરી છૂટીએ
ના કદી પાપ- પુણ્યની ઝંઝાળે મારે પડવું નથી.
મળ્યો છે માનવદેહ તો કર્મને જ પ્રાધાન્ય આપું,
આગળ વધું છું કોઈની વાતે પાછા ફરવું નથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.