તું ફરીયાદ કર તો જરૂર હું સાંભળીશ તને..
ફરક એટલો કે ફક્ત સાંભળીશ જ હવે.
વાત મારી પ્રત્યુતર નહીં ઉલટજવાબ બનશે.
અનુભવ અમારો ભીતરી નાદ બનશે હવે.
તમારા ભુતકાળ નાં હલેશા કારગર બનાવજો..
સલાહકાર નહીં સાથીદાર એ બનશે હવે.
સંભારણા સુખી જીંદગી નાં તાંતણા જેવા છે..
એકલતા ના હાશકારે તુટી ગયા છે હવે.
એકલપણા કરતાં અટુલાપણુ સ્વાદે અલગ છે...
એક ઉછેર કરે ને બીજું માત્ર ખોદે રાખે છે.