તું દીકરી બનીને અવતરી મારા ઘરે .
ને સાક્ષાત્ લક્ષ્મી આવી મારા ઘરે.
છો દીકરી પણ વિવિધ રોલ નિભાવે,
પિતાની ભગિની થઈ તું મારા ઘરે.
ક્યારેક કાળજી મા સમી તું લેનારી,
પુનીત પગલાં થયાં ફરીફરી મારા ઘરે.
કેવળ પ્રેમ જ નહીં વઢનારી પણ ખરી,
જીવન સાથિયે રંગ ભરીભરી મારા ઘરે.
એકમાં અનેકસમી આશિષ ઈશનો છે,
હિંમત આપતી જ્યાં ખરાખરી મારા ઘરે.
હે ઈશ્વર તારાં સુતારૂપને શતશત વંદન,
બુઢાપે તું ટેકણ લાકડી બની મારા ઘરે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.