અંતરથી અંતર ઘટાડો પ્રભુજી.
ચરણ તમારાં દેખાડો પ્રભુજી.
આસન લ્યો અબ્ધિવાસી અંતરે
આમંત્રણ મારું સ્વીકારો પ્રભુજી.
ક્યારે બુઝશે તૃષા નયનની હરિ,
વિષયવાસનાને હવે ટાળો પ્રભુજી.
દીન બનીને શરણાગત થયો છું,
તમારાં છીએ તો સંભાળો પ્રભુજી.
તડપન ઉરની અવિરત અધિકને,
પાણી પહેલાં બાંધો પાળો પ્રભુજી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર