સતત છે ઝંખના મારી, તમે આવો તો સારું.
નૈન થયાં છે ભારીભારી, તમે આવો તો સારું.
શ્રદ્ધાની બુનિયાદે આગળ ધપું છું નિરંતર હું,
વિનંતિ મારી વારીવારી, તમે આવો તો સારું.
નથી કોઈ અપેક્ષા કશુંયે પામવાની હરિવર,
પિંડેપિંડે તમને ધારીધારી, તમે આવો તો સારું.
બત્રિસ કરોડ ઝંખે હરપળ તમારું આગમનને,
એંધાણી દીસે સારીસારી, તમે આવો તો સારું.
આજ છે ઝંખના અંશીને પામવા કાજે અંશની,
દ્યોને દિલદુગ્ધા ઠારીઠારી, તમે આવો તો સારું.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.