જેટલા માણસ એટલા અર્થો નીકળતા ઘણા.
તેથી જ બિચારા શબ્દો પણ અકળાતા ઘણા.
જોડી-તોડી,દબાવી- નીચોવી કે શણગારી દેતા,
જરૂરિયાત મુજબ અર્થોને અહીં ઘટાવાતા ઘણા.
ક્યાંક સ્વાર્થની સંકુચિતતામાં સત્વ ગુમાવતાને,
કોઈ ગુણીજનસંગાથે શબ્દો પણ હરખાતા ઘણા.
અંતરનું અધર પર આવીને અટકી જતું ક્વચિત્,
ભાષાથી પર મનોવેદનામાં એ હશે ઊકળતા હતા.
બીંબ- પ્રતિબિંબ સમા શબ્દઅર્થ સાથ નિભાવતા,
માનવની પામરતા પરખીને રખેને બળબળતા ઘણા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.