ખંડાણા છે કંઈક મોરલા, પોઢણા માં અહીં,
દેવાણા દેહદાન અહીં ચાખડી પહેરનારના અહીં
બોલે બંધનારા કંઈક વેરાઈ ગયાં છે ભોમ કાજે
થડ પર ચોંટેલા રહી ગયા જેના આંતરડા અહીં
ઢોલી ના તાલે અહીં આહીરાણી સુતી જાગી છે
પાળીયા અહીં સુર પાછળ પણ બંધાણા છે
જગ ઢાંકણ માટે ખોડા કંઈક ઉજ્જડ થયાં
ભેરુ ખાતર કંઈક વધેરાણા સરગવાસી અહીં
ધરા પણ ધ્રૂજી ઊઠે એના પગ ની ડાબલી થી
કંઈક ચેતક એની હણહણાટી કરે છે માટી માં
કોઈ જોગી , કોઈ અફીણી , કોઈ મરજાદી અહીં
આબરુ ના અભરખા કટારી માં છે ચળકી છે