તમારા પ્રેમ નો અંત એ કદાચ મારો અંજામ હશે..
મારી શ્રધ્ધા માં જ ક્યાંક અહમ્ અટવાયો હશે.
આજ એ જ ખુમારી મને આખર માં કામ આવી ...
જેનાથી તમારા હ્રદય ની સાકર ખખડાવી હશે.
ફક્ત હેલી ના ભરોસે પ્રેમ પુષ્પ ના પાંગરી શક્યું..
લાગ્યું કે ખોબા માં તમારો તિરસ્કાર આવી જશે.
ઠેબા ખાઈ બે ડગલાં અમે તો આગળ નીકળી ગયા..
નોતી ખબર તમને કાકરા ગણવાની આદત હશે.
લાગણી શું છે , માત્ર વિડંબણાઓ નો સરવાળો..
તમે હલેશાઓ ને જરા વધારે ધાર મારી હશે.
આવો-ના આવો , ફરજ છે વાસડી વગાડવાની અહી.
બંધન કહી દયો ભલે મારું,રાધા મારી એમાં હશે.