*અખાત્રીજ*
વૈશાખ સુદ ત્રીજ
🟠 *અખાત્રીજ* એટલે....
*વણ જોયું મૂહુર્ત*
માટે જ બધા લોકો આ દિવાસે શુભકાર્યોનો પ્રારંભ કરે છે.
🔸️ગ્રામ્ય સ્તરે લોકો આ મુહૂર્તે ખેતર ખેડે છે અને પાંચ ધાન્યને વાવે છે.
🔸️આપણી ભારતીય સંસ્કૃતિમાં આ પરંપરા બધી જગ્યાએ અનેક વર્ષોથી ચાલી આવે છે.
🔸️ *જનજાતિય વિસ્તાર* ની અંદર પણ અખાત્રીજનો મહિમા છે.
આ વિસ્તારમાં લોકો તેને *ખાતરીજ* તરીકે બોલે છે, એટલે કે અહીં ફક્ત *અ* નો અપભ્રંશ થયો છે. બાકી પરંપરા તો એક જ છે.
🔸️આ દિવસે મહીસાગર, દાહોદ, પંચમહાલ વગેરે વિસ્તારમાં આપણા બંધુઓ ઘરમાં ભોજન બનાવતા નથી.
ઘરની બહાર નીકળે છે, જેને *બારતા નીકળવું* કહે છે.
ઘરની બહાર ભોજન બનાવે છે.
🔸️મકાઈ વગેરે લોટની બનાવેલી વાનગીને આકડાના પાનમાં વીંટાળીને, છાણા પર સેકે છે અને તેને દાળ સાથે આરોગે છે. જેને *દાળપાનીયા* કહે છે.
🔸️આ દિવસે ગામના ભગત વિવિધ બિયારણ-પૂજા સામગ્રી ભરેલી વાંસની ટોપલી લઈને *'બગની ભૂત'* નામના સ્થાનકે ભેગા થાય છે.
🔸️ *ખત્રી દેવ* એટલે કે ગ્રામ દેવતા- પિતૃ દેવતાનું ચોખા-ફૂલ દ્વારા પૂજન કરવામાં આવે છે. નાળિયેર ચઢાવવામાં આવે છે અને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે.
🔸️સારા વરસાદ માટે કુદરતને પ્રાર્થના કરે છે. ઘરે ઘરે જઈને ખેડૂતો એકબીજાને અનાજ આપે છે
🔸️ઘરમાં કુંડામાં ધાન્ય વાવે છે.
🔸️આ ઉપરાંત ખેતર ખેડવાનો પ્રારંભ કરે છે.
આમ આપણી સંસ્કૃતિમાં આપણે *વિવિધતાને સ્વીકારેલ છે*, પણ તેમાં રહેલ *એકત્વ* ને ક્યારેય ભૂલતા નથી.
આમ, આપણી સંસ્કૃતિ *સમાનતાની સંસ્કૃતિ* છે. *એક પૂર્વજ, એક માન્યતા, એક પરંપરા* એ આપણી *સનાતન સંસ્કૃતિ* ની ઓળખ છે. આપણે સૌ *પ્રકૃતિ પૂજક* છીએ.
👉🏽👉🏽 *તૂં મૈં એક રક્ત*
👉🏽👉🏽 *હિન્દવ: સોદરા: સર્વે*
*આપણી સંસ્કૃતિને જાણવા...** https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી અને કરાવી, નોટિફિકેશન બટન *ON* રાખશોજી.