*મહાત્મા જ્યોતિબા ફુલે*
જન્મદિન...૧૧ એપ્રિલ ૧૮૨૭.
🟠 વર્ષ ૧૮૪૭ની વાત છે....એક દિવસ બે અંગ્રેજ ઘોડા પર સવાર થઈ પૂણેના એક ગામ તરફ જઈ રહ્યા હતા. રસ્તે ચાલતા ગ્રામવાસીઓએ તેમને ઝૂકીને સલામ ન કર્યા, તેથી ક્રોધિત અંગ્રેજોએ ગ્રામવાસીઓને મારવા લાગ્યા. તે વખતે જ્યોતિબા પોતાના મિત્ર સાથે ખેતરમાંથી પરત થતા હતા. તેમણે અંગ્રેજ અધિકારીને રોક્યા અને કહ્યું, આ નિર્દોષ ગ્રામવાસીઓને શા માટે મારી રહ્યા છો? આ સાંભળી અંગ્રેજ અધિકારીએ અપશબ્દો કહ્યા. ત્યાં તો જ્યોતિબાએ તેને ખેંચીને જમીન પર પછાડ્યો. મોકો મળતાં જ બંને *અંગ્રેજ ઘોડા લઈ ભાગી ગયા.*
🟠 *માંગ(માતંગ)* અને *આર્ય* એ બંને જ માનવોમાં શોભા વધારે છે. તે બંનેના વર્તન એક સમાન છે, તો પણ તેમનામાં ઊંચ-નીચનો ભેદ કેમ માનીએ. *બધા પ્રકારના જ્ઞાનમાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે.* આ શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન સમજવાથી, *કોઈ પણ ભ્રષ્ટ નથી* એ સમજી શકાય છે.
(અખંડાદિ કાવ્ય રચના-મહાત્મા જ્યોતિબા ફુલે-ઈન્ટ્રોસ્પેક્સન)
🟠 *માંગ(માતંગ) અને આર્ય* એમાં ભેદ કયા કારણવશ છે. તેમના અલગ હોવાના કોઈ પ્રમાણ છે શું? તો એવું કંઈ પણ નથી. પરંતુ તે *બંનેમાં એક જ આત્મા છે.*
(અખંડાદિ કાવ્ય રચના-મહાત્મા જ્યોતિબા ફુલે-ઈન્ટ્રોસ્પેક્સન)
🟠 મહાત્મા જ્યોતિબાએ શૂદ્ર-અતિશૂદ્ર સમાજની બાળકીઓ માટે શિક્ષણના દરવાજા ખોલવાનો નિર્ણય કરી, પહેલી જાન્યુઆરી,૧૮૪૮ના રોજ પુના શહેરમાં તાત્યાસાહેબ ભીડે નામના બ્રાહ્મણ સદગૃહસ્થના મકાનમાં ભારતની પહેલી કન્યાશાળાનો પ્રારંભ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલેના પત્ની સાવિત્રીબાઈ આ કન્યાશાળાના તેમજ ભારતના પ્રથમ અધ્યાપિકા બન્યા.
🟠 મહાત્મા જ્યોતિબા:
*"અસ્પૃશ્યતા દેવ નિર્મિત નથી, પરંતુ મનુષ્ય નિર્મિત છે."*
સમાનતાના આત્મજ્ઞાનની જ્યોતિ હ્રદયમાં પ્રકટાવી, સૌમાં રહેલા આત્માને કે જે સમાન છે તેને વંદન કરી, ભારતીય સંસ્કૃતિના જીવનદર્શન એકાત્મતાને વ્યવહારમાં લાવી, વિષમતાઓને દૂર કરી, આર્યભાવને ફેલાવીએ.
*રાષ્ટ્રહિતાર્થ મહાપુરુષોના વિચાર જાણવા*.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏