Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વીર ભગતસિંહ*

*ભગતસિંહે કહ્યું*...હું *બેબેજી(માતાજી)* ના હાથની ગરમા ગરમ રોટલી ખાવા ઈચ્છું છું.

*જેલર બોલ્યો*...ઠીક છે, હું આપની માતાજીને બોલાવી આ વ્યવસ્થા કરાવી દઈશ.

*ભગતસિંહ કહે છે*...નહીં, નહીં.. મને જન્મ આપનારી બેબેજી નહીં. મારું તાત્પર્ય તો સીધું તે મહેતરાણી બેબેજીથી છે.

જેલરે તેને બોલાવીને ભગતસિંહની અંતિમ ઈચ્છા બતાવી. તે સાંભળી તે તો અચંભિત રહી ગઈ. તેને તો સપનામાં પણ આશા નહોતી કે બેબેજી પર ભગતસિંહ આટલો લાલ લાડ લડાવશે. તેની આંખોમાંથી ગંગા-યમુના વહેવા લાગી અને બોલ્યા, *સરદારજી❗️ કેમ ધર્મ નષ્ટ કરો છો❓️ મારા હાથ એવા નથી કે તેનાથી બનાવેલી રોટી આપને ખવડાવી શકું.

ભગતસિંહની પણ આંખો વહેવા લાગી. પ્રેમથી નાના બાળકની જેમ તેમના બંને ખભા થપથપાવી બોલ્યા, *"મારી જન્મદેવા વાળી બેબેજી જે હાથોથી અમ ભાઈ-બહેનોનું મળમૂત્ર સાફ કરતી, તેનાથી જ તો અમારા માટે ખાવાનું બનાવે છે. તો પછી આપના હાથોથી શું થયું❓️ આપના હાથ પણ એટલા જ પવિત્ર છે. માતાના હાથોથી બનેલો રોટલીથી ધર્મ ભ્રષ્ટ થાય નહીં. બેબેજી, આપ ચિંતા મુક્ત થઈ મારા માટે રોટલી બનાવો. જેથી મારા મનમાં એ ન રહે કે મેં મારી બીજી બેબેજીના હાથની રોટલી નહોતી ખાધી."*

અને વહેતી આંખોથી તે મમતામયી મહેતરાણીએ પોતાના આ અનોખા પુત્રને માટે ભોજન બનાવ્યું અને ભગતસિંહે પોતાના સ્વભાવ અનુસાર ઉછળતા,નાચતા પ્રેમ-આનંદથી તેને આરોગ્યું.



સમરસતાના પુજારી વીર ભગતસિંહને શત શત વંદન...🙏

*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111923645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now