Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ચંદ્રશેખર આઝાદ*
(ચંદ્રશેખર સીતારામ તિવારી)
પુણ્યતિથિ ૨૭ ૨ ૧૯૩૧

ગામ: ભાવરા ,અલીરાજપુર જિલ્લો, મધ્યપ્રદેશ

🌸ગાંધીજીના અસહકાર આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
🌸ક્રાંતિકારી સંગઠન *હિન્દુસ્થાન પ્રજાતંત્ર સંઘ* માં જોડાયા હતા.
🌸 *કાકોરી ખાતે રેલધાડ* ના પ્રસ્તાવને સમર્થન આપનાર તેઓ પ્રથમ હતા.
🌸 કાકોરી રેલધાડ અને *સોંડર્સ હત્યાકાંડ* જેવા બબ્બે દેશહિતના કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રાંતિવીર.
🌸 નાણાંની જરૂર ઊભી થતાં એક દિવસ પોતે જેને ત્યાં થાપણ મૂકી હતી તે શેઠને ત્યાં રૂપિયા લેવા ગયા. શેઠે તેને બીજે દિવસે આલ્ફ્રેડ પાર્કમાં મળવાનું કહ્યું. *દેશદ્રોહી શેઠે* બીજે દિવસે રૂપિયા લઈને જવાને બદલે પોલીસને મોકલી અને બદલામાં ઇનામ મેળવ્યું. આલ્ફ્રેડ પાર્કમાં પોલીસ અને ચંદ્રશેખર વચ્ચે સામસામો ગોળીબાર થયો. ચંદ્રશેખરની પિસ્તોલમાંથી ગોળીઓ હવે ખૂટી. મોત નક્કી જ છે એવું લાગતાં દુશ્મનને હાથે મરવા કરતાં એમણે *છેલ્લી ગોળી પોતાની છાતીમાં ધરબી દીધી*.
👉🏽👉🏽જિંદગીભર પોલીસના હાથે ન પકડાયા એટલે *આઝાદ* નું બિરુદ પામ્યા.

ભારતમાતાનો લાલ,🚩
ચંદ્રશેખર આઝાદ.🚩
સ્વતંત્રતાને કાજ,🚩
અર્પણ કર્યું જીવન બલિદાન.🚩

ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ🚩ને
આદરાંજલી શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ સ્મરણાંજલિ👏

આઝાદી અનેક જાણીતા, અજાણીતા, જોયેલા, ન જોયેલા અગણિત હિન્દુસ્થાની બંધુ ભગિનીના ત્યાગ-સમર્પણ- બલિદાનથી પ્રાપ્ત થયેલ.

ફાંસી~કેદ~લાઠીનો માર~કાળાપાણી સહન કરીને સ્વતંત્રતા પ્રાપ્ત થઇ છે.

સૌ દેશભક્ત પુણ્યાત્માઓને શત શત વંદન.

*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111919963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now