Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ*
............................૨૧ ફેબ્રુઆરી

⭐ હું વૈજ્ઞાનિક બની શક્યો કેમકે દસમા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ પોતાની માતૃભાષામાં લીધું.
_ *એ.પી.જે. અબ્દુલ કલામજી*
( _પૂર્વ મહામહીમ રાષ્ટ્રપતિ_ )

⭐ જો વિજ્ઞાનને લોક-સુલભ બનાવવું છે તો માતૃભાષાના માધ્યમથી વિજ્ઞાનનું શિક્ષણ આપવું જોઈએ.
_ *સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતા કવિ રવિન્દ્રનાથ ઠાકુર*

⭐ *યુનેસ્કો* મુજબ ભાષા માત્ર સંપર્ક, શિક્ષણ અને વિકાસનું માધ્યમ ન હોઈ,વ્યક્તિની વિશિષ્ટ ઓળખાણ છે તથા તેની સંસ્કૃતિ, પરંપરા તેમજ ઈતિહાસનો ભંડાર છે. સાથે જ સાંસ્કૃતિક મૂલ્યોની ધરોહરને સજાવવાનું કાર્ય માતૃભાષા કરે છે.

⭐ બાળકોના માનસિક વિકાસ માટે માતૃભાષા એટલી જ આવશ્યક છે, જેટલું શારીરિક વિકાસ માટે માતાનું દૂધ.
_*મહાત્મા ગાંધીજી*

⭐ જે દેશને પોતાની ભાષા અને પોતાના ઇતિહાસના ગૌરવનો અનુભવ નથી, તે ઉન્નત નથી થઈ શકતું.
_*ડૉ. રાજેન્દ્ર પ્રસાદજી*
( _ભારતના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિજી_ )

⭐ વિશ્વમાં સકલ ઘરેલુ ઉત્પાદન(જીડીપી)માં પ્રથમ પંક્તિના ૨૦ દેશો બધુ કાર્ય પોતાની માતૃભાષામાં જ કરે છે.
_*ડૉ.સક્રાંત સાનૂ*
( _માઈક્રોસોફ્ટના સેવા નિવૃત્ત વરિષ્ઠ વૈજ્ઞાનિક_ )

⭐ લેખકગણ સક્રાંત સાનૂ, રાજીવ મલ્હોત્રા તેમજ કાર્લ ક્લેનેન્સે પોતાની બહુચર્ચિત પુસ્તક *'ભાષા નીતિ : ધ ઇંગ્લીશ મીડીયમ મિથ, ડિસમૈંટલિંગ બૈરિયર્સ ટુ ઈંડિયાઝ ગ્રોથ'* માં આંકડાઓ સાથે સ્પષ્ટ કર્યું છે કે વિશ્વના ૨૦ સર્વાધિક પ્રગતિશીલ દેશ માતૃભાષાનો સહારો લે છે, જ્યારે ૨૦ સૌથી અધિક પાછળ રહી ગયેલ દેશ કોઈ બીજી ભાષા પર નિર્ભર છે. તેમનો સ્પષ્ટ નિષ્કર્ષ છે કે *અંગ્રેજીનો હાથ પકડી ભારત ક્યારે પણ અગ્રીમ દેશોની શ્રેણીમાં નહીં આવી શકે.*

👉🏽માતૃભાષા સિવાયની અન્ય ભાષાઓ, ભાષાકીય જ્ઞાન વૃદ્ધિ-સંરક્ષણ-જાસુસી અને જાણકારી વગેરે જેવા દેશહિતના કાર્યો માટે અવશ્ય જાણવી જોઈએ.
👉🏽શું આપણે ભારતીયો આપણી ભારતીય ભાષાઓનો ઉપયોગ સામાન્ય બોલચાલ, અભ્યાસ, વ્યવસ્થા-તંત્રમાં લાવી દેશને ઉન્નત કરી દેશભક્તિનું કાર્ય ન કરી શકીએ?
👉🏽આજે ભારતનું શીર્ષસ્થ નેતૃત્વ જ્યારે વિશ્વપટલ પર માતૃભાષામાં વાત કરે છે ત્યારે વિશ્વના લોકોએ તેને તેમની ભાષામાં અનુવાદ કરવો પડી રહ્યો છે. કેમ❓️કે *શક્તિને સૌ પૂજે છે.*


🧘‍♂️🧘‍♀️....સ્વાભિમાન સાથે સંકલ્પ કરીએ... *દરેક ક્ષેત્રમાં માતૃભાષાને સૌથી આગળ રાખી રાષ્ટ્રને શિરમોર કરીશું.*

*જય માતૃભાષા*🕺🏼
*વંદે માતરમ્* #मातृभाषा_दिवस

Gujarati Thought by Pandya Ravi : 111919215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now