Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શ્રી સોહનલાલ પાઠક*
અમર બલિદાની
૧૦ ફેબ્રુઆરી ૧૯૧૬~બલિદાન દિવસ.

🟠 લાલા લજપતરાય, લાલા હરદયાળ, વીર વિનાયક સાવરકર, નલિની ઘોષ તેમના પ્રેરણા સ્ત્રોત રહ્યા.

🟠 સોહનલાલ પાઠકે અમેરિકા જઈ ભારતની સ્વતંત્રતા માટે કાર્ય કર્યું.

🟠 તેઓ અમેરિકામાં સક્રિય હતા ત્યારે તેમને બર્મા પહોંચી સૈનિકોમાં કામ કરવાનો આદેશ મળ્યો.

🟠 આદેશને માથે ચડાવી દેશહિત તેઓ બર્મા પહોંચી ચતુરાઈ તથા મનોયોગ પૂર્વક સેનામાં વિદ્રોહ કરવામાં સફળ રહ્યા.

🟠 તેઓ એક દિવસ ગુપ્તરૂપે સેનાના જવાનોને દેશભક્તિ અને અંગ્રેજો વિરુદ્ધ મરવા-મારવાનું શીખવી રહ્યા હતા ત્યારે અચાનક એક ભારતીય જમાદારે તેમનો જમણો હાથ પકડી લીધો અને તેમને સેનાના અધિકારી સામે પ્રસ્તુત કરવા બળનો ઉપયોગ કરવા લાગ્યો.

🟠 સોહનલાલ પાસે ત્યારે હાથમાં શસ્ત્ર હતું. તેઓ જમાદારનું કામ તમામ કરી શકતા હતા. 👉🏽પરંતુ તેમને લાગ્યું કે...*એક ભારતીય ભાઈની હત્યા પોતાના હાથે થાય તે અને હત્યા કરવાથી ક્રાંતિકારી સંગઠિત કલંકિત થાય તે ઉચિત નથી*.

🟠 માટે તે સ્વયં ગિરફતાર થઈ જાય છે.

🟠 અંગ્રેજો વિરુદ્ધ સાહિત્ય છાપવું અને વિદ્રોહ ભડકાવવાના આરોપમાં તેમને બર્માની મંડલાય જેલમાં *ફાંસી* આપવામાં આવે છે.

👉🏽👉🏽ભારતની સ્વાધીનતા માટે આવા અનેક જીવનપુષ્પ ભારતમાતાના ચરણે સમર્પિત થયા છે. *કંઈ અમસ્તા સ્વાધીનતા મળી નથી ગઈ*. સ્વાધીનતાના મૂલ્યને સમજી દેશ માટે સર્વસ્વના સમર્પણના સંકલ્પ સાથે જીવીએ તે જ ક્રાંતિવીરને સાચી શ્રદ્ધાંજલિ....🙏🌸
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111917731
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now