*પંજાબ કેસરી-લાલા લજપતરાય*
૨૮ જાન્યુઆરી ૧૮૬૫...જન્મદિવસ
🌞લાલા લજપતરાયનો જન્મ પંજાબના ફિરોજપુર ગામમાં થયો હતો.
🌞વર્ષ ૧૮૮૫માં કાનૂનની પદવી મેળવી વકીલાતની શરૂઆત કરી.
🌞હિંદુ સમાજમાં વ્યાપ્ત વંશાનુગત છૂઆછૂત, પુરોહિતવાદ,બાલવિવાહ જેવી કુરિતિઓનો તેમને વિરોધ કર્યો.
🌞તેવો નારી શિક્ષણ,સમુદ્ર યાત્રાના પ્રબળ સમર્થક હતા.
🌞 સ્વામી દયાનંદ સરસ્વતીજીની સાથે મળી તેમને *આર્યસમાજ* ને પંજાબમાં લોકપ્રિય બનાવ્યું.
🌞તેમણે *દયાનંદ એંગ્લો વૈદિક વિદ્યાલય* નો પ્રસાર કર્યો.
🌞તેઓ *પંજાબ નેશનલ બેંક* ના સ્થાપક હતા.
🌞લાલા લજપતરાયના દેશભક્તિથી ઓતપ્રોત ભાષણોથી કોંગ્રેસમાં એક નવા દળનો ઉદય થયો *ગરમદળ*. તેમાં જોડાયા મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક અને બંગાળના વિપિન ચંદ્રપાલ અને રચાઈ લાલ-બાલ-પાલની ત્રિપુટી.
🌞વર્ષ ૧૯૦૫માં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા *બંગાળના ભાગલા* નો તેમને વિરોધ કર્યો. તેમના ભાષણોએ પંજાબના ઘર ઘરમાં દેશભક્તિની આગ લગાવી. લોકો તેમને *પંજાબ કેસરી* કહેવા લાગ્યા.
🌞લાલા લજપતરાય પૂર્ણ સ્વાધીનતાના પક્ષધર હતા.
🌞૩૦ ઓક્ટોબર ૧૯૨૮માં લાહોરમાં *સાયમન કમિશનના વિરોધ* માં મોટી રેલી નીકળી. *પોલીસ લાઠી ચાર્જ* માં *લાલાજી ગંભીર રીતે ઘાયલ થયા* અને તેમનું ૧૭ નવેમ્બર ૧૯૨૮માં નિધન થયું.
તેમના અંતિમ શબ્દો....*"मेरे शरीर पर पडी एक-एक लाठी ब्रिटिश सरकार के ताबूत में एक-एक कील का काम करेगी.."*
🌞લાલાજીની ચિતાની પવિત્ર ભસ્મ માથે લગાવી ક્રાંતિકારીઓએ તેનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરી. ઠીક એક મહિના પછી ભગતસિંહ અને એમના મિત્રોએ પોલીસ કાર્યાલય બહાર જ સાંડર્સને ગોળીઓથી વીંધી નાખ્યો.
પૂજ્ય લાલાજીના જન્મ દિવસ પર સૌને સાદર પ્રણામ.
રાષ્ટ્રહિતમાં https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏