*શ્રી સુભાષચંદ્ર બોઝ*
જન્મ જયંતી...૨૩ જાન્યુઆરી ૧૮૯૭
*આઈ.સી.એસ (ICS)* બની, અંગ્રેજોની ગુલામી ન કરનાર ઈન્ડિયન સિવિલ સર્વિસ (આઈસીએસ)માંથી *ત્યાગપત્ર આપનાર પ્રખર દેશભક્ત*...શ્રી સુભાષબાબુ.
ભારતને સ્વતંત્ર કરવા માટે *આઝાદ હિન્દ ફોજ* ની રચના કરનાર...શ્રી સુભાષબાબુ
સ્વતંત્રતા યુદ્ધ કરવા ભારતની બહાર જતાં પૂર્વ પોતાના મિત્ર વિજયરત્ન મજુમદારની સાથે પોતાના મનોગત વ્યક્ત કરતાં *સ્વાતંત્ર્ય-સેનાની સુભાષચંદ્ર બોઝ* કહે છે....
*'ભારતના સ્વાતંત્ર માટે એકમાત્ર આદર્શના રૂપમાં આજે આપણે શિવાજીનું સ્મરણ કરવું જોઈએ.'*
ભારતના 'સ્વ'ને આત્મસાત્ કરનાર શ્રી સુભાષબાબુએ *હિન્દવી સામ્રાજ્ય* નિર્માણ કરનાર છત્રપતિ શિવાજી મહારાજના માર્ગે, તન-મનથી દેશહિત પોતાનું જીવન સમર્પિત કરેલ.
અંગ્રેજોની શિક્ષા લઈ ઘણા કાળા અંગ્રેજો બની ગયા અને તેમણે દેશને ઘણું નુકસાન કરેલ અને ઘણા કરી રહ્યા છે.
જ્યારે 'સ્વ'ના બોધયુક્ત મહર્ષિ અરવિંદ, સુભાષબાબુ અને અનેકોએ દેશના સ્વાભિમાનની રક્ષા કરી, દેશહિત જીવનના બલિદાન આપ્યા છે.
છત્રપતિ શિવાજી મહારાજ અને સુભાષબાબુના માર્ગે આપણે સૌ ચાલી આપણા તંત્રને પ્રસ્થાપિત કરી, સ્વાધિન ભારતમાં સ્વતંત્રને વિકસિત કરીએ.
શ્રી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની *હાર્દિક શુભકામનાઓ*.
*રાષ્ટ્રહિત સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏