Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સાતમા શિખ ગુરુ~ગુરુ હરરાયજી*
જન્મ : ૧૬-૧-૧૬૩૦

🔸️શાંતિના સમર્થક
🔸️મહાન આધ્યાત્મિક અને રાષ્ટ્રીય મહાપુરુષ તેમજ એક યોદ્ધા રાજનીતિજ્ઞ.
🔸️તેમણે પોતાના દાદા ગુરુ હરગોવિંદ સાહેબજી દ્વારા નિર્મિત *શીખ યોદ્ધાઓના દળને પુનર્ગઠિત કરેલ*.
🔸️પોતાના રાષ્ટ્ર કેન્દ્રીત વિચારોને કારણે ઔરંગઝેબને તેમનાથી પરેશાની થઈ રહી હતી. ઔરંગઝેબનો આરોપ હતો કે ગુરુ હરરાયજી દારા શિકોહની સહાયતા કરી રહ્યા છે. દારા શિકોહ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા અને ભારતીય જીવન દર્શન તેમને પ્રભાવિત કરી રહ્યું હતું.
🔸️ભલે વ્યક્તિગત જીવનમાં તેઓશ્રી અહિંસાના પરમ ધર્મના સિદ્ધાંતને મહત્વનો માનતા હતા. પણ *આત્મ સુરક્ષા માટે શસ્ત્ર પણ તેમણે ઉઠાવ્યા હતા*. ઉ.દા- મહંમદ યારબેગ ખાન દ્વારા તેમના ઉપર હુમલો થાય છે અને ત્યારબાદ તેઓ આત્મરક્ષા હેતુ યુદ્ધ કરે છે અને વિજયી બને છે.
🔸️તેમને કિરતપુર સાહેબમાં એક *આયુર્વેદિક જડીબુટ્ટી દવાઓના ચિકિત્સાલય અને શોધકેન્દ્ર* ની સ્થાપના કરી હતી.
🔸️તેઓશ્રી દ્વારા મળેલ દવાથી દારા શિકોહ મૃત્યુના મુખમાંથી બહાર આવેલ.

☀️ગુરુ હરરાયજીના પ્રકાશવર્ષની સૌને હાર્દિક અનંત શુભકામનાઓ.🙏

ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111914044
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now