Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મકરસંક્રાંતિ*

એક ખગોળીય પરિવર્તન.
🟠 *સંક્રાંતિ* એટલે.....
ધીરે ધીરે મક્કમ ગતિએ આગળ વધતું સમ્યક્ પરિવર્તન. જેના થકી લાંબાગાળાનો ઉત્તમ સુખદ લાભ પ્રાપ્ત થાય છે.
🔴જ્યારે *ક્રાંતિ* ટૂંકા ગાળાની હોય છે.તેમાં રહેલું પરિવર્તન વિનાશ સાથેનું અને ટૂંકા ગાળાનું હોય છે.
👉 *સભ્ય અને સંસ્કારી સમાજ હંમેશા સંક્રાંતિ કરતો હોય છે*.👈

મકરસંક્રાંતિની અસર.....
પ્રકાશની અવધિ વધવી, દિવસ લાંબો થવો, કાર્ય કરવાના કલાકો વધવા, આળસ દૂર થવી,....

*મકર સંક્રાંતિ* શીખવે છે....
આત્મીયતા,પ્રેમ,સ્નેહ,બંધુભાવથી
સમાજમાં રહેલા વિવિધ દોષો
જેવા કે.....
👉અસ્પૃશ્યતા, જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ વગેરે તેમજ સમાજમાં રહેલી ઉણપો
જેવી કે.....
👉અજ્ઞાનતા, સામાજિક અકર્મણ્યતા, સ્વાભિમાન શૂન્યતા, આત્મભિરૂતાને દૂર કરી,
🌞 સામાજીક સંક્રાંતિ થકી,ભારતના પુત્ર સમાજને સુદ્રઢ, સબળ, સક્ષમ, સંગઠિત, સામર્થ્યશાળી, અભેદ્ય બનાવવો.

સમાજમાં.....
*સમાનતા, એકાત્મતા, બંધુતા, સમરસતાના પ્રસંગો સરસ રીતે વ્યક્તિગત અને સામાજિક સ્તરે અવિરત વધતાં જઈ રહ્યા છે, જે સામાજીક સંક્રાતિનાં શુભ લક્ષણો છે*.👌

*સનાતન ધર્મ, હિન્દુત્વ, ભારતીય સંસ્કૃત*👌🏻

આપણા ઉત્સવોની પાછળ જ્ઞાન અને વિજ્ઞાન રહેલ છે.જાણો.......

🌞ગીત ગમશે🌞
-------------
મકરસંક્રાંતિનો પર્વત સંદેશ આ
પ્રગતિ કર માનવા....।।ધૃ।।

મકરના સૂર્યનું, ભ્રમણ ઉત્તર ભણી
લોપશે યામિની, તાપશે દિનમણિ
અંધકાર હરી, વિશ્વ તેજે ભરી,
સૃષ્ટિ સંકેત આ... પ્રગતિ કર માનવા...।।૧।।

ગોળની મધુરતા, તલ થકી સ્નિગ્ધતા
સુભગ મિશ્રણ થતાં, સ્નેહમય મધુરતા
સંપ સહકારથી, વિશ્વમાં શ્રેષ્ઠતા
સૃષ્ટિ સૂચન સુધી... પ્રગતિ કર માનવા...।।૨।।

સમય વીતી ગયો, આરામ વિશ્રામનો
સમય પાકી ગયો, કામ ઉદ્યોગનો
ફરજ તણી જાગૃતિ, તેજપંથી બનો
સૃષ્ટિ આદેશ આ... પ્રગતિ કર માનવા...।।૩।।

ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111913634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now