*સરદાર વલ્લભભાઈ પટેલ*
૧૫ ડિસેમ્બર....પુણ્યતિથિ
🟠 *કાશ્મીર પર હુમલો* થયાના કેટલાક દિવસો પછી જીન્ના અને લિયાકત સાથે વાતચીત કરવા માટે પોતાની સાથે લાહોર આવવા માઉન્ટબેટને જવાહરલાલને આગ્રહ કર્યો.
વલ્લભભાઈ સ્પષ્ટ શબ્દોમાં તેનો વિરોધ કરેલ. *કારણ કે આપણો પક્ષ મજબૂત છે અને આપણે સાચા છીએ*.
પરંતુ...ડિસેમ્બર અંતમાં જવાહરલાલે બતાવ્યું હતું કે મેં રાષ્ટ્રસંઘમાં જવાનું નક્કી કરેલ છે.
🟠 *હૈદરાબાદ ભારત સાથે જોડાય* તેનો વિરોધ કરવાવાળા આતંકવાદી મુસલમાન દળ રજાકારની સાથે સામ્યવાદીઓએ સંબંધ સ્થાપિત કર્યો છે એવી જાણકારીના કારણે વલ્લભભાઈ આ વિષયમાં ખૂબ જ ચિંતિત થવા લાગ્યા.
🟠 આખું હિન્દુસ્થાન મારું ગામ છે. *અઢારે વર્ણ મારાં ભાઈ ભાંડુ છે.*
🟠 *જેણે ઈશ્વરની ઓળખાણ કરી* એને તો *જગતમાં કોઈ અસ્પૃશ્ય નથી*. એને *ઊંચનીચના ભેદ નથી*.
🟠 *કોઈ પણ માણસને અસ્પૃશ્ય માનવો એ પાપ છે.* અસ્પૃશ્યતા એ વહેમ છે. હું જ્ઞાતિ-જાતિમાં નથી માનતો.
🟠 સુંદર મુખમાંથી મધુર વચનો અને ઈશ્વરનું નામ બોલવાનાં છે. તેમાં દારૂ-તાડી નાંખવા એ પાપ છે.
🟠 *દેશની સેવા કરવામાં જે મીઠાશ છે તેવી બીજા કશામાં નથી.*
🟠 દરેક યુવક-યુવતીએ રાષ્ટ્ર ઘડતરમાં, રાષ્ટ્રજીવનમાં પોતાનો હિસ્સો આપી શકે એટલી તાલીમ લેવી જોઈએ.
સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના વિચારો સમજીને અને દેશને તોડનારી તાકાતો-વિચારો-વિષમતાઓને સમજી તેમજ તેને દૂર કરી, આપણે રાષ્ટ્ર ઘડતરમાં, રાષ્ટ્રજીવનમાં આપણો હિસ્સો આપીએ....આ જ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ.💐🙏
ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏