Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિશ્રી દુલા ભાયા કાગ ના જન્મ દિને વંદન

આજે ૨૫મી નવેમ્બર એટલે કે
ગુજરાતના ગુજરાતી કવિ, ગીતકાર અને લેખક "સ્વ. દુલા ભાયા કાગનો" જન્મ દિવસ છે
જન્મ ૨૫ નવેમ્બર ૧૯૦૨
મજાદર, રાજુલા તાલુકો, અમરેલી જિલ્લો
મૃત્યુ ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭
મજાદર, રાજુલા તાલુકો, અમરેલી જિલ્લો
ઉપનામ કાગ
રાષ્ટ્રીયતા ભારતીય
વિષય હિંદુ ધર્મ, આધ્યાત્મ, ગાંધીવાદ
સાહિત્યિક ચળવળ શિક્ષણ, ભૂદાન
મુખ્ય રચનાઓ કાગવાણી
તેઓ ચારણ હતા. તેમની ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતના દર્દને વાચા આપી હતી.
ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે.
કાગવાણી - ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪)
વિનોબાબાવની (૧૯૫૮)
તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯)
શક્તિચાલીસા (૧૯૬૦)
ગુરુમહિમા
ચન્દ્રબાવની
સોરઠબાવની
૧૯૬૨માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો
૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી

Gujarati Thought by Pandya Ravi : 111906259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now