નશો કર્યો છે શરાબનો કે આટલા અટવાયા તમે ??
શ્રધ્ધા ના રહી કે આટલે પહોંચીને મૂંઝાયા તમે..
કર્યો તો એતબાર તો શૂળી એ પણ ચડવું પડશે ..
મન ની ગાંઠ બાંધી તો હવે કેમ ગૂંચવાયા તમે .
તમે એક જ ઈશારે અમને ન્યાલ કરી દીધા તા...
હવે જ કેમ આંખો ના દરિયા ઉલેચ્યા તમે .
બીજો શ્વાસ લેવા પણ પહેલો શ્વાસ છોડવો પડશે..
જીવંતતા ના રોજમેળ કેમ બેસાડ્યા હશે તમે.
આજ આવો તો તમે જ આવો એનો ખ્યાલ રાખજો..
હજી બંધ પુસ્તક માં કેટલાય પીછા સાચવ્યા હશે તમે.
ટકોરા ની જરૂર નથી હૃદય ના બંધ બારણે મારા..
હજી એજ ઈશારાઓ સાચવી રાખ્યા હશે તમે.