Gujarati Quote in Folk by Jay Vora

Folk quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્
બની બહારમ્, જલધારમ્
દાદુર ડક્કારમ્,
મયુર પુકારમ્ તડિતા તારમ્,
વિસ્તારમ્ ના લહી સંભારમ્,
પ્યારો અપારમ્ નંદકુમારમ્
નિરખ્યારી કહે રાધે પ્યારી,
હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી

શ્રાવણ જલ બરસે,
સુંદર સરસેં બાદલ ભરસે,
અંબરસેં તરુવર વિરિવરસે,
લતા લહરસે નદિયાં પરસે,
સાગરસેં દંપતી દુઃખ દરસે,
સેજ સમરસેં લગત જહરસેં,
દુઃખકારી કહે રાધે પ્યારી,
હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી

ભાદ્રવટ ભરિયા,
ગિરિવર હરિયા પ્રેમ પ્રસરિયા,
તન તરિયા મથુરામેં ગરિયા,
ફેરન ફરિયા કુબજા વરિયા,
વસ કરિયાં વ્રજરાજ વિસરિયા,
કાજન સરિયા મન નહિ ઠરિયા,
હું હારી કહે રાધે પ્યારી,
હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી

આસો મહિનારી,
આસ વધારી દન દશરારી,
દરશારી નવનિધિ નિહારી,
ચઢી અટારી વાટ સંભારી,
મથુરારી ભ્રખુભાન દુલારી,
કહત પુકારી તમે થીયારી
તકરારી કહે રાધે પ્યારી,
હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી

~ પિંગળશીભાઈ ગઢવીનો ચોમાસુ છંદ

Gujarati Folk by Jay Vora : 111885958
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now