આંગળી ના ટેરવા પર પીસાતો આદમી ,
હંમેશા ડૂબતો ક્યારેક જ ઊગતો આદમી.
રાખ જોય બીજાની હૈયું બાળતો આદમી,
તોય દિલ ની આગ થી ના ભૂંજાતો આદમી.
હશે અને હતું , ની મૂંઝવણ સદા અનુભવતો ,
આજ ની નનામી ના મરશિયા ગાતો આદમી.
વિશ્વાસ કરતો અને શ્રધ્ધા ને ખીલે ચડાવતો ,
નાદ અને ઘોંઘાટ વચ્ચે ફસાતો આદમી.
માણવા કરતા જાણવા ની તાલાવેલી હરદમ,
આંખ ને પલકારે લીટીયું ઠેકતો આદમી.
'તમે ખરાબ ' માટે હું સારો ની બડાયું હાકતો,
અરીસા ને પણ રોજ લૂછતો આદમી.
નાની જ ભૂલ થી પહાડ જેમ ગભરાતો આદમી,
તળેટીમાજ બહાના ગોતી પલટી જતો આદમી.