મથુરા છોડી માધવો , રમતો આવે રાસ
ઠાકર કાંઠે થોભતો (એને) ગોઠ્યુ આ ગુજરાત
પાંડવો ભમ્યા પ્રેમથી , રમી દ્રોપદી રાસ
ઋષિ કંઈક રાગતા , ગાંડા થૈ ગુજરાત
ઉતરે અંબા આરતી , મધ્યે કાલી માત
આશા કચ્છડે આપતી , ગરબા લૈ ગુજરાત
ઉતરે શામળા આરતી , રમે વ્રજમા રાસ
શિવને સોમનાથમા , ગોંઠે આ ગુજરાત
સાબર તાપી શોભતી , ઓપે બેઉ અખાત
નર્મદા તણા નીરને , ગોંઠે આ ગુજરાત
પારસી વસ્યા પ્રેમથી , જોઇને મિઠી જાત
આશરા મિઠા આપતી , ગુણિયલ આ ગુજરાત
માયાળુ જાય માનવી , રંકની સુણે રાડ
આંગણે લઈ આણતા , ગોળ દયે ગુજરાત
શાણો એ સરદારને , તપતો ગાંધી તાત
આઝાદ કરી આથમ્યા , ગહની આ ગુજરાત
નરસૈયો જ્યાં નાચ્યો , રટતો મીઠા રાગ
તાનારીરી તાનમા , ગાતી આ ગુજરાત
માંગણ જોઈ મલકશે , ખળે દિયે ખેરાત
સાધુડા અને સંતને , ગોંઠે આ ગુજરાત
દુખિયાના સુણી દુખને , વિરો રાખશે વાત
સંકટમા સંસારને , ગોતે આ ગુજરાત
રચના : આહિર ભૂપત ભાઈ જળુ
ગામ : નવાગામ સરધાર તાલુકો રાજકોટ
📞 8000055255 📞
https://chat.whatsapp.com/FoIiITM4rpDDMC4chlhWRN