જોવું છું હું જમના કિનારો, તારી યાદ આવે છે,
ચમકતો રહ્યો પ્રેમ સિતારો, તારી યાદ આવે છે.
ગોપીઓના હૃદય નો તારો, તારી યાદ આવે છે,
રાધાકૃષ્ણની આંખો ચારો, તારી યાદ આવે છે.
તે પ્રણયની આરતી ઉતારો, તારી યાદ આવે છે.
નાચ્યો હશે ગોપીનો પ્યારો, તારી યાદ આવે છે.
એ બાલ કૃષ્ણે કેવી અલૌકિક લીલા રચી હશે,
કૃષ્ણની વાંસળી ના તાલે ગોપીઓ નાચી હશે.
એ નિઃસ્વાર્થી લોકોએ પ્રેમની ભાષા વાંચી હશે?
ભાન ભૂલતા ગોવાળોની બધી વાત સાચી હશે?
થયો કૃષ્ણનો એક ઈશારો, તારી યાદ આવે છે.
ગોપીઓ હતી હજાર, કૃષ્ણની રાધા તો એક છે,
દ્વારિકાની બધી પટલાણીઓ અમસ્તો વિવેક છે.
હું પણ તારી સાથે આમ રાસ રચાવું એક ટેક છે,
સ્પર્શ થયો હતો કૃષ્ણનું જમુનાતટ અભિષેક છે.
વીતેલો ફરી આપ જન્મારો, તારી યાદ આવે છે.
હજુએ જમના કિનારે ઝાંઝરના ઝણકાર વાગે,
સુતેલા મહોબતના ત્યારે મારા અરમાનો જાગે.
ને રાસમાં રસિકતા આવે કૃષ્ણની બંસરી વાગે.
બંધાય જાય છે પૂરું વાતાવરણ પ્રણયના ધાગે.
એકલો, અટૂલો રહે બિચારો, તારી યાદ આવે છે.
વર્ષો પછી કૃષ્ણને એ રાસના ભણકારા થાય છે,
આવી ગઈ તે રાધા, એવા તેને ચમકારા થાય છે.
પળભરમાં આવી ને જતી રહી, ઝબકારા થાય છે,
વૃદ્ધત્વ ઘેરેલા હૃદયમાં યૌવનના તેને મારા થાય છે.
મનોજના શ્વાસનો ઠંડો પારો, તારી યાદ આવે છે.
મનોજ સંતોકી માનસ