( ઢાળ : અંજનીનો જાયો ઉડ્યો રે )
કુરુના મેદાને કજીયા રે મહાવીર ભીડવા મોટા મળ્યા
શૂરવીરો શસ્ત્રે સજીયા રે ભેળે દ્રોણને કૃષ્ણ ભળ્યા !
સાત અક્ષૌહિણી પાંડવો કૌરવ હિણી અગિયાર
ધૃષ્ટધ્યુમ્ન પાંડવ ધરમે ભીષ્મ કૌરવી સરદાર
શંખ ફૂકે અર્જુન સત્યનો પાંડવો ભીષ્મથી થરથરયા !
કટકા અભિમન્યુ કરે આજ મુંઝાણા યુધિષ્ઠિર
ભીમ ભેટ્યો ભીષ્મને તાકે કલિંગ નિશાદને તીર
દ્રોણે ધૃષ્ટધ્યુમ્ને ડરાવીયો ધડ હજારો આજે ઢળયા !
પાંડવો અર્ધચન્દ્ર પાથરે ગોઠવે કૌરવો ગરુડ
સૌવીર પ્રાચ્ય ક્ષુદ્રકો માલવ કૃષ્ણ હાથે ધુડ
અર્જુનને ઘેરીયો અગણિતે શૂરવીરે ચપટીમા ચગળયા !
કૌરવ ચૌદને કચરી ભીમ મચાવે ભણકાર
વર્ષાબાણ ભીષ્મની વરસે અર્જુન ભીમ કરે વાર
દ્રોણે સાત્યકિનુ ધનુષ તોડ્યુ દસ તો એના પુતર દડયા !
વિરાટ દ્રુપદ અશ્વત્થામા આથડે મકરી આકાર
દ્રોણનો સારથી ડુબ્યો હણ્યા પાંચાળ હજાર
મંડલ વજ્ર વ્યૂહ મળીયા અર્જુને કટક આંતરયા !
ભગદત્ત ઘટોત્કચ ભીડયા શલ્ય નકુલ સહદેવ
કાચબા આકારે કટકને દડે ઈરાવાન દેહ
અર્જુન હણે અપારને કૌરવ સત્તર ભીમે કાંસળયા !
ઘાયલ અર્જુનને ભીષ્મે ઘેર્યો કથેલ ભૂલ્યો કાન
ભીષ્મે ઉપાય રાતે ભાંખ્યા કળિયા પાંડવો કાન
શિખંડી જોઇને શસ્ત્રો ધરમી ભીષ્મે ધરયા !
અર્જુને તીર ઉપાડયા બળે પિતામહને બાણ
સુશર્માને પછી ચીરીયો પાડ્યા ભગદત્તના પ્રાણ
દ્રોણે સત્યજીતને દાબીયો રોળ્યા ભેળે રથડયા !
જયદ્રથ દ્રોણ કર્ણ અશ્વત્થામા અભિમન્યુ કચડે અપાર
લક્ષ્મણ ગદા લગાવતો દેડવે પાંચમે દ્વાર
સાત્યકિએ ભૂરીશ્રવાને ચીર્યો અર્જુનને દ્રોણ આકરયા !
અંધારે ઘટોત્કચ આવિયો એ કરણ છોડે અમોધ
વિરાટ દ્રુપદને વેતરીયા કેવો દ્રોણને ક્રોધ
કનૈયે કરી કપટને દ્રોણના તો ધડ રે દડ્યા !
નકુલ સહદેવને કરણ નચાવે વચને કુંતી માત
ભીમે દુશાસન ભરખીયો ઝપટે દુર્યોધન જાત
કરણ અર્જુનને બાણ કાંધે સઘળા શસ્ત્રો ચડયા !
સૂચન હતુ શામળાનુ અભિમન્યુ આવ્યો યાદ
પાંચાળ પાંડવ પાથરિયા વહમો અશ્વત્થામા વાદ
ધૃષ્ટધ્યુમ્ન શિખંડી ધરબીયા એ કૃષ્ણએ કીધા અમરયા !
સહદેવ ઉલૂક શકુનિને ધરબે શલ્યને ધર્મરાજ
હસ્તિનાપુરના હાડમા રહ્યા પાંડવના રાજ
ભૂપત કહે આશિષ ભીષ્મના પાંડવોને ભેળે પાતળયા !
રચના : આહિર ભૂપત ભાઈ જળુ
ગામ : નવાગામ (સરધાર) તાલુકો રાજકોટ
📞 8000055255 📞
https://chat.whatsapp.com/FoIiITM4rpDDMC4chlhWRN