રંગભીની રાધા ને રસઘેલો કાન ,
આખના અણધાર્યા છુટયા છે બાણ.
પાલવ પલળ્યો જમના ના કાંઠે ,
મારા તારા નુ નથી રહયુ ભાન .
ઉમંગ નો સથવારો આપ્યો રંગે ...
રાધા ને ધારા જાણે એક સમાન.
ભીંજાવુ રંગાવુ માત્ર છે બહાનુ...
મુક્તિ ના તીર નુ છે એ કમાન .
સ્થિતીપ્રજ્ઞ અને સહજતા ની રમત..
માત્ર ઓળખો ક્યા છે પ્રમાણ.