ક્યારેક તારી સાથે હસવું છે,
તો ક્યારેક મન ભરીને રડી પણ લેવું છે.
ક્યારેક તને પ્રેમ કરવો છે ,
તો ક્યારેક તારા પ્રેમમાં ડૂબીપણ જવું છે.
ક્યારેક તને જીતવો છે,
તો ક્યારેક તારી માટે હારી પણ જવું છે.
સુકુન તારી બાહોમાં મળે છે,
એ સુકુનને મન ભરી માણી લેવુ છે.
ખબર નહી કાલે તુ મળે ના મળે ,
પણ આજે તારી સાથે મન ભરીને જીવી લેવું છે.
-Nidhi Satasiya